ભાવનગર-અયોધ્યા ટ્રેન આગામી 3 ઓગસ્ટથી શરૂ થવાની શક્યતા
- બે-અઢી માસ અગાઉ જેની ઘોષણા થઈ હતી તે
- ટૂંક સમયમાં ટ્રેનનો રૂટ અને સમયપત્રક જાહેર થઈ શકે
ભાવનગર : ભાવનગર-અયોધ્યા ટ્રેન આગામી ૩ ઓગસ્ટથી શરૂ થવાની સંભાવના હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે. જોકે, હજુ સત્તાવાર કોઈ ઘોષણા થઈ નથી.
ભાવનગર અને બોટાદ જિલ્લાના યાત્રીઓની પ્રબળ માંગને અનુલક્ષીને ભાવનગર-અયોધ્યા ટ્રેનને રેલવે મંત્રાલયે મંજૂરી આપી હોવાની બે-અઢી માસ અગાઉ જાહેરાત થઈ હતી. ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા અને ઉત્તર ભારતને જોડતી આ ટ્રેન શરૂ થવાનો લોકોમાં ઈંતઝાર છે ત્યારે હવે આગામી તા. ૩ ઓગસ્ટને રવિવારથી આ ટ્રેનને લીલીઝંડી દર્શાવવામાં આવે તેવી સંભાવના છે.
ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે ટૂંક સમયમાં ટ્રેનનો રૂટ અને સમયપત્રક જાહેર થઈ શકે છે.