ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા
- બસ શરૂ થવાથી તળાજા-અંબાજી ઉપરાંત બીજી સેવાનો મળશે લાભ
- સાંજના સુમારે ભાવનગરથી પ્રસ્થાન થાય અને ગાંધીનગર, હિમ્મતનગર થઈ વહેલી સવારે અંબાજી પહોંચે તે પ્રકારે ચાલી રહેલું પ્લાનિંગ
ભાવનગર : ભાવનગર-અંબાજી એસટી બસ એક સપ્તાહમાં શરૂ કરવાની વિચારણા ભાવનગર એસટી પ્રશાસન દ્વારા થઈ રહી હોવાનું વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું.
વર્તુળોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર બાદ કંડક્ટરની ભરતી થઈ ગઈ છે. નવી ૨૫ બસ પણ ફાળવાઈ છે. હાલ તળાજા-અંબાજી બસ સેવા શરૂ છે ત્યારે યાત્રીઓની માંગને અનુલક્ષીને વધુ એક બસ શરૂ કરવાની એસટી તંત્ર હકારાત્મક રીતે વિચારી રહ્યું છે. જે મુજબ ભાવનગરથી આ બસનું સાંજના સુમારે પ્રસ્થાન થાય અને ગાંધીનગર, હિમ્મતનગર થઈ વહેલી સવારે અંબાજી પહોંચે તે પ્રકારે પ્લાનિંગ ચાલી રહ્યું છે.