Get The App

મશીનો પાછા માંગનારને ઓફિસમાં ગોંધી રિવોલ્વર બતાવીને ખંડણી વસૂલનાર ગિરીશ સોલંકીની ધરપકડ

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News

Dd

ગિરીશના નામે ફોટો મૂકેલ છે

મશીનો પાછા માંગનારને ઓફિસમાં ગોંધી રિવોલ્વર બતાવીને ખંડણી વસૂલનાર ગિરીશ સોલંકીની ધરપકડ 1 - imageવડોદરાઃ શહેરના કલાલી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ગિરીશ સોલંકીની રિવોલ્વર બતાવી ખંડણી વસૂલવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે.ગિરીશ સોલંકી હેડલાઇન્સ ન્યૂઝ નામના સાંધ્ય દૈનિક અને યુટયૂબ ચેનલ પણ ચલાવે છે.

રાજકોટના સાધુવાસવાણી રોડ પર અંજની માર્કેટ ખાતે કેબલ ખેંચવાના મશીન અને સાધનોનો વ્યવસાય કરતા રણજિતભાઇ વિરડાએ પોલીસને કહ્યું છે કે,વડોદરામાં કલાલી વિસ્તારમાં ચાણક્ય આવાસ પાસે ભવાની એનર્જી સોલ્યુશન લિ.નામની ઓફિસ ધરાવતા ગિરીશ સોલંકીએ મારી પાસે કેબલ ખેંચવા માટેના મશીન,જેક,ગરેડી જેવા રૃ.૯ લાખના સાધનો લીધા હતા.

આ સાધનો તે મારી જાણ બહાર રોજના રૃ.૫હજારના ભાડેથી આપતો હોવાથી મેં આ મશીન અને સાધનો પાછા માગ્યા હતા.ચારેક મહિના પહેલાં હું તેમની ઓફિસે ગયો ત્યારે તેમણે મને બહુ પૈસા જોઇએ છે..તેમ કહી કમર પર લટકાવેલી રિવોલ્વર મારી છાતીએ મૂકી દીધી હતી અને હવે પૈસા માગીશ તો જીવતો નહિ છોડું તેવી ધમકી આપી હતી.

રણજિતભાઇએ કહ્યું છે કે,ગિરીશે મારો કોલર ખેંચીને બે-ત્રણ લાફા મારીને કહ્યું હતું કે, મારી ઉપર સુધી પહોંચ છે.હવે મારે તને નહિ પણ તારે મને રૃ.૨ લાખ આપવાના છે.આ સામાન પણ મારો છે.ત્યારબાદ તેણે મારા ખિસ્સામાંથી રૃ.૧૪ હજાર કાઢી લીધા હતા અને કોઇને પણ જાણ કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો તારું મોત સો ટકા નક્કી છે તેવી ધમકી આપી હતી.

ઉપરોક્ત ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપી ગિરીશ નાનજી ભાઇ સોલંકી(વિસેન્જા હાઇડેક, ગાર્ડિયન ટાવર,કલાલીરોડ,વડોદરા)ની ધરપકડ કરી લાયસન્સવાળી રિવોલ્વર,આઠ કારતૂસ અને મોબાઇલ કબજે કર્યા છે.

Tags :