ભાટ તલાવડી- લુણેજ કાંસ પરનો બ્રિજ ડિસેમ્બર સુધી બંધ
- ખંભાત- તારાપુર સ્ટેટ હાઈવે પર
- ભારે અને નાના, મધ્યમ વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા મુજબ ડાયવર્ઝન અપાયા
આણંદ : ખંભાત તારાપુર સ્ટેટ હાઇવે રોડ ઉપર ભાટ તલાવડી- લુણેજ કાંસ પર આવેલ બ્રિજ નવેસરથી બનાવવાની કામગીરીમાં બે માસનો સમય લાગે તેવી સંભાવના હોવાથી તમામ વાહનોની અવરજવર ઉપર તા.૩૧ ડિસેમ્બર સુધી કામચલાઉ પ્રતિબંધ મૂકવા સાથેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
તારાપુર- જીણજ ચોકડીથી ખંભાત તથા ખંભાતથી તારાપુર તરફ જતો તમામ વાહન વ્યવહાર પર કામચલાઉ પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે નાના તથા મધ્યમ વાહનો તારાપુર બાજુથી ખંભાત તરફ જતા વાહનો સાંઠ ચોકડીથી ડાબી બાજુ વળી રંગપુર ગામ થઈ નગરા થઈ ખંભાત તરફ આવન જાવન કરી શકશે. ભારે વાહનો તારાપુર બાજુથી ખંભાત તરફ જતા વાહનો જીણજ ચોકડીથી જમણી બાજુ વળી ખંભાત ગોલાણા રોડ પર આવેલા દહેડાથી ટી. પોઈન્ટથી ડાબી બાજુ વળી ખંભાત તરફ આવન- જાવન કરી શખશે.