Gujarat

સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ

By GS TEAM
5 Oct 20251 min read
TukuTouch Logo
ભરૂચના નંદેલાવ રોડ ખાતે મજાક મસ્તીમાં થયેલ મારામારી મામલે બંને પક્ષની ફરિયાદોના આધારે ભરૂચ સીટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ

ભરૂચના નંદેલાવ રોડ ખાતે મજાક મસ્તીમાં થયેલ મારામારી મામલે બંને પક્ષની ફરિયાદોના આધારે ભરૂચ સીટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચની રાજીવનગર ઝુપડપટ્ટીમાં રહેતા ધ્રુવ ચણાવાલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે મારો ભાઈ આકાશ નંદેલાવ રોડ પર બાપાસીતારામની મઢૂલી પાસે હેમરાજ હનુરામ રાણા સાથે બેઠો હતો. આ દરમ્યાન આકાશે હેમરાજને કહ્યું હતું કે, તું સિગરેટ પીવે છે તેનો વિડીયો તારા પપ્પાને મોકલી આપીશ. જેથી હેમરાજએ ઝઘડો કરી ગલ્લામાંથી કાતર લઇ આકાશના મોઢાના ભાગે ઘા માર્યો હતો. હેમરાજનો સંબંધી દિવ્યજીત રાણાએ પણ આકાશને માર માર્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આકાશને આંખ તરફ જતી નસ કપાઈ ગઈ હોવાનું નિદાન થયું હતું. જ્યારે  રઘુવીરસિંહ રાણાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મેં 

તથા મારો દીકરો દિવ્યજીત ક્લિનિક ખાતે જતા હતા ત્યારે ધ્રુવ ચણાવાલાએ મારા દીકરા દિવ્યજીતને તીક્ષ્ણ હથિયારનો ઘા કરતા સામાન્ય ઇજા પહોંચી હતી. અને ધમકી આપી હતી કે મારા ભાઈને કશું થયું તો જાનથી મારી નાખીશ. બંને પક્ષની ફરિયાદોના આધારે પોલીસે સગીર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.