Get The App

ભરૂચ પોલીસને જાણ વગર દુકાન અને મકાન બારોબાર ભાડે ચડાવી દેનાર 20થી વધુ માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
ભરૂચ પોલીસને જાણ વગર દુકાન અને મકાન બારોબાર ભાડે ચડાવી દેનાર 20થી વધુ માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો 1 - image

Bharuch Police : ભરૂચ એસઓજી પોલીસ ટીમે ગણેશોત્સવ પર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી વગર દુકાન મકાન ભાડે ચડાવી દેનાર 20 થી વધુ માલિકો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. 

અસામાજીક તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન/દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ તેઓની અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યકિતઓની સચોટ માહિતી મેળવવા અને ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી નાબુદ કરવા પરપ્રાંતિય વ્યક્તિઓને મકાન/દુકાનો ભાડે આપી તેઓનુ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહી કરતા મકાન/દુકાન માલીકોનુ ચેકીંગ કરતા ભાડા કરાર નોંધણી ન કરતા માલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-20 ગુના અલગ અલગ પોલીસ મથકે દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.