ભરૂચમાં બારોબાર દુકાન અને મકાનો ભાડે આપનાર માલિકો સામે પોલીસની લાલ આંખ : 20 માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ
Bharuch Police : દુકાન અને મકાનો ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી ન કરાવનાર 20 માલિકો વિરુદ્ધ એસઓજીની ટીમે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરતા અન્ય માલિકોમાં ફાફડાટ જોવા મળ્યો હતો.
આગામી તહેવારોને ધ્યાને લેતા ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ભરૂચ એસઓજીની ટીમે વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી વગર બારોબાર દુકાન અને મકાનો ભાડે આપનાર માલિકો સામે કડક કાર્યવાહી કરી હતી. પોલીસે ભાડા કરાર નોંધણી ન કરાવનાર 20 જેટલા દુકાન અને મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. જેમાં ઉમેશ ખત્રી (ઝાડેશ્વર રોડ), પ્રતીક શાનેપરા (નર્મદા કોલેજ સામે), રમેશ ચૌધરી (સુરત), મંજરી પ્રજાપતિ (ઝાડેશ્વર ચોકડી), મહાદેવ કોઠી (તવરા રોડ), હર્ષરાજસિંહ વશી (તવરા રોડ), સંજય મારુ (તવરા રોડ), લક્ષ્મીબેન, દિનેશ ગાભાણી (જીએનએફસી રોડ), આશિષ વર્મા (ભડકોદરા), કૃષિલ પટેલ (ભડકોદરા), વિનયકુમારસિંગ (અંકલેશ્વર જીઆઇડીસી), હિરલ સિયાણી (સુરત), પુષ્પેન્દ્ર પાંડે (ભડકોદરા), અશોક રાજપુત (ભડકોદરા) અને જીતેન્દ્ર ઓઝાનો સમાવેશ થાય છે.