Gujarat

ભરૂચ LCBની ટીમે કાછલા ગામેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપી પાડ્યો, પાંચ ફરાર

By GS TEAM
14 Aug 20251 min read
TukuTouch Logo
રૂ.53,760ની કિંમતના દારૂ તથા બિયરના 84 નંગ સહિત કુલ રૂ.5,53 લાખનો મુદ્દામાલ જપ્ત

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચ LCBની ટીમે કાછલા ગામેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપી પાડ્યો, પાંચ ફરાર

Bharuch Liqupr Case : ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાછલા ગામ પાસેથી દારૂ-બિયરનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડી અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.5.53 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભરૂચની ટીમને માહિતી મળી હતી કે, શશીકાંત હરિસિંગ વસાવા (રહે-ગુલાફળિયા, ઝઘડિયા) કારમાં દારૂનો જથ્થો ભરી શિયાલી ચોકડીથી માલપોર થઈ અંધાર કાછલા તરફ જનાર છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતા તેને રોકી ચાલક શશીકાંતને ઝડપી પાડ્યો હતો. કારની તલાસી લેતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.53,760ની કિંમતના દારૂ તથા બિયરના 84 નંગ તથા કાર સહિત કુલ રૂ.5,53,760નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર તથા મોકલનાર અન્ય પાંચ આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા. જેમાં કંકુબેન શશીકાંત વસાવા (રહે-ગુલાફળિયા ગામ), (કાર માલિક)રમણ સુપડભાઈ વસાવા (રહે-ચિકલોટા ગામ, નેત્રંગ), (દારૂનો જથ્થો મોકલનાર) બલવીર વસાવા (રહે-ઉમરપાડા ,સુરત), (દારૂનો જથ્થો મંગાવનાર) સુરેશ પરસોત્તમ પટેલ (રહે-અવિધા ગામ, ઝઘડિયા) અને (દારૂનો જથ્થો મંગાવનાર) યોહાનભાઈ કાંતિભાઈ વસાવા (રહે-અંધાર કાછલાગામ, ઝઘડિયા) નો સમાવેશ થાય છે. ઝઘડિયા પોલીસે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.