Gujarat

ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા

By GS TEAM
8 Sep 20251 min read
TukuTouch Logo
રૂ.10.88 લાખની મત્તા સાથે 6 જુગારીઓ ઝડપાયા, એક ફરાર

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા

Bharuch Gambling Raid : ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાલીયા પોલીસ મથકની હદમાં સમાવિષ્ટ વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર છાપો મારી છ જુગારીઓને ઝડપી પાડી રૂ.10.88 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, વટારીયા ગામમાં ફતેસિંગ ચીમનભાઈ વસાવા ખેતરમાં આવેલ ફાર્મ હાઉસમાં જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી 6 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જેમાં ફતેસિંગ ચીમનભાઈ વસાવા (રહે-સરગમ રેસીડેન્સી, કોસમડી ગામ, અંકલેશ્વર), દિવ્યેશકુમાર મુકેશભાઇ વસાવા (રહે-હનુમાન ફળિયુ, વાલીયા ), અશ્વજીતસિંહ અજીતસિંહ રાઠોડ (રહે-મંદિર ફળિયુ ,માંગરોળ, સુરત), મુકેશ શંકરભાઈ ભોઈ (રહે-ખડોલી ગામ, ઝઘડિયા), જશપાલસિંગ નેહાલસિંગ સીકલીગર (રહે-નવીનગરી ,અંકલેશ્વર) અને મેહુલકુમાર ભુરાપ્રસાદ દવે (રહે-એસઆરપી ગ્રુપ 10, રૂપનગર ,ઝઘડિયા) નો સમાવેશ થાય છે. જ્યારે સુરતના કોસંબા ખાતે રહેતા દિનેશભાઈ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.4,18,910, રૂ.1.70 લાખની કિંમતના 4 મોબાઈલ ફોન તથા રૂ.5 લાખની કિંમતની એક કાર સહિત કુલ રૂ.10,88,910નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.