Gujarat

ભરૂચ એલસીબીએ ઘરફોડ ચોરીના આરોપીને ગોધરાથી ઝડપી પાડ્યો, હજુ બે ફરાર

By GS TEAM
14 Aug 20251 min read
TukuTouch Logo
"હું ચોરી કરવા જાઉં છું તારે આવું છે, હા પૈસાની જરૂર છે સાથે આવું છું"

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચ એલસીબીએ ઘરફોડ ચોરીના આરોપીને ગોધરાથી ઝડપી પાડ્યો, હજુ બે ફરાર

Bharuch Theft Case : ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ ગોધરાના એક શખ્સને ઝડપી પાડી અન્ય બે વોન્ટેડની શોધખોળ હાથ ધરી હતી.

 ગઈ તા.30 જુનના રોજ ભરૂચ શહેરના ફીરદોશ પાર્ક ખાતે આવેલ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો લાકડાના કબાટમાંથી આશરે 56 ગ્રામની રૂ.4.48 લાખની કિંમત ધરાવતી સોનાની જણસો ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના ઘટી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા એક કારમાં ત્રણ ઇસમોની સંડોવણી જણાઈ આવી હતી. ટેકનિકલ એનાલિસિસ કરતા આ ચોરીમાં ઈરફાન અબ્દુલ રહીમ ફોદા, શાહિદ ઉર્ફે બાટલો મોહમ્મદ જમાલ શેખ, મુન્નાવર મામજી હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, શાહીદ ઉર્ફે બાટલો હાલ ગોધરા ખાતે તેના ઘરે હાજર છે. જેના આધારે પોલીસે  તેને ઝડપી પાડી પૂછતાછ કરતા તેણે કબુલાત કરી હતી કે, મુન્નાવર તેની કાર લઇ મારા ઘરે આવ્યો હતો, અને ચોરી કરવા માટે સાથે આવવા જણાવતા મને પૈસાની જરૂરિયાત હોવાથી તેની સાથે ગયો હતો, ગોધરાથી ભરૂચ જઈ અલગ અલગ વિસ્તારમાં ફરી એક ઘરને નિશાન બનાવ્યું હતું. ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપીનો કબજો મેળવી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.