Gujarat

ભરૂચના ઝઘડિયા GIDCમાં ફરી દુર્ઘટના, 10 ફૂટ ઊંચાઈ પરથી 2 શ્રમિક પટકાયા, એકનું મોત

By GS TEAM
2 Aug 20251 min read
TukuTouch Logo
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી થર્મેકસ કંપનીમાં એક દુર્ઘટના બની છે, જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટના હાઈડ્રોક્લોરિક એસિડની ટાંકી પર બનેલા પિંજરા પરથી બે શ્રમિકો નીચે પટકાયા આ દુર્ઘટના સર્જાઇ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચના ઝઘડિયા GIDCમાં ફરી દુર્ઘટના, 10 ફૂટ ઊંચાઈ પરથી 2 શ્રમિક પટકાયા, એકનું મોત

Bharuch GIDC News : ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી થર્મેકસ કંપનીમાં એક દુર્ઘટના બની છે, જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટના હાઈડ્રોક્લોરિક એસિડની ટાંકી પર બનેલા પિંજરા પરથી બે શ્રમિકો નીચે પટકાયા આ દુર્ઘટના સર્જાઇ હતી. 

મળતી માહિતી મુજબ ઝઘડિયા GIDCમાં આવેલી થર્મેકસ કંપનીમાં કામ કરી રહેલા બે શ્રમિકો આશરે 10 ફૂટની ઊંચાઈએ હાઈડ્રોક્લોરિક એસિડની ટાંકી પર મુકેલા પિંજરા પર કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક કોઈ કારણોસર બંને શ્રમિકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઈજાઓ થઈ હતી.

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કંપનીમાં સુરક્ષાના ધોરણોનું પાલન થયું હતું કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.