ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી
Golden Bridge Bharuch: ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર 3,86,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી વધીને 19 ફૂટ ઉપર પહોંચી ગઇ છે. જેના કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના 27 ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં ચાલુ સિઝનમાં પણ પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી પાણીનો પ્રવાહ છોડતા નર્મદા નદી પુનઃ બે કાંઠે વહેતી થતાં કાંઠા વિસ્તારના લોકામાં ચિંતા વધી છે. ચોમાસાની સિઝનમાં નર્મદા નદીના કાંઠા ઉપર ખેડૂતો પોતાના જીવન નિર્વાહ માટે ખેતી કરે છે.
પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતાં પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડાતા ભરૂચ જિલ્લા સહિત રાજપીપળા અને વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને તકલીફ વચ્ચે નર્મદા નદીમાં પાણીક આવક થતાં કાંઠા વિસ્તારના ખેડૂતોની ખેતીને નુકસાન થાય છે. હાલમાં જ નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળસપાટી 19 ફૂટને પાર થતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. જેના કારણે કાઠા વિસ્તારના ખેડૂતોથી માંડી 27 ગામના લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના આપી છે.
સરદાર ડેમના અધિકારી સાથે સતત સંપર્કમાં રહી નદીમાં પાણી છોડે પરંતુ તબક્કાવાર અને પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તેવા પ્રયાસો કર્યા છે.
નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે
સરદાર સરોવર ડેમમાંથી પાણીના છોડતા તેની અસર ભરૂચ શહેરમાં આવેલા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની સપાટી વધી 19 ફૂટે પહોંચી છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જયારે ભયજનક સપાટી 24 ફુટ ગણાય છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ તંત્ર દ્વારા સતર્કતા અપનાવી રહી છે.તંત્રએ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહી સલામતીની પૂર્વ સૂચના આપી છે.