Get The App

ભરૂચ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજની બેઈલ કંપની ખાતે 37 કેસોમાં જપ્ત કરાયેલો 6.11 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
ભરૂચ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજની બેઈલ કંપની ખાતે 37 કેસોમાં જપ્ત કરાયેલો 6.11 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો 1 - image

Bharuch Police : ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજ બેઈલ કંપની ખાતે 14 પોલીસ સ્ટેશનના 37 ગુનાનો કુલ રૂ.6,11,79,157ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. 

ભરૂચ શહેર બી ડિવિઝન-3, ભરૂચ શહેર સી ડિવિઝન-7, ભરૂચ તાલુકા-4, પાલેજ-3, નબીપુર-3, દહેજ-2, અંકલેશ્વર શહેર એ ડિવિઝન-2,અંકલેશ્વર શહેર બી ડિવિઝન-1, અંકલેશ્વર રૂરલ-3, પાનોલી-1, નેત્રંગ-2, વાગરા-2, વાલીયા-2 અને જંબુસરના 2 કેસો સહિત કુલ 37 કેસોમાં જપ્ત કરાયેલ ડ્રગ્સનો જથ્થો નાશ કરાયો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ, રેલવે, ગાંધીનગર તથા પોલીસ મહાન નિરીક્ષક સંદીપસિંહ વડોદરા તરફથી માર્ગદર્શન અને સૂચનાના આધારે કાર્યવાહી થઈ હતી. કંપનીમાં એસપી અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં 1200 ડિગ્રી તાપમાનમાં ડ્રગ્સને બાળી નાખવામાં આવ્યું હતું.