Gujarat

બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત

By GS TEAM
17 May 20263 mins read
TukuTouch Logo
રાજસ્થાનના રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પવિત્ર મન સાથે પોતાના વતન પરત ફરી રહેલા બનાસકાંઠાના એક પરિવાર પર કાળનો પંજો ત્રાટક્યો છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ધાનેરા તાલુકાના થાવર ગામના ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક નિર્દોષ બાળક સહિત અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર થાવર ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત

Bharatmala Road Car Accident: રાજસ્થાનના રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પવિત્ર મન સાથે પોતાના વતન પરત ફરી રહેલા બનાસકાંઠાના એક પરિવાર પર કાળનો પંજો ત્રાટક્યો છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ધાનેરા તાલુકાના થાવર ગામના ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક નિર્દોષ બાળક સહિત અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર થાવર ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.

કેવી રીતે સર્જાયો કાળમુખો અકસ્માત?

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા થાવર ગામના ચૌધરી (આંજણા) પરિવારના સભ્યો કારમાં સવાર થઈને રાજસ્થાનના પ્રખ્યાત તીર્થસ્થળ રણુજા ખાતે દર્શનાર્થે ગયા હતા. આજે રવિવારે 17 મે 2026ના રોજ દર્શન કરીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જસોલ પોલીસ મથકની હદમાં આસોતરા નજીક ભારતમાલા હાઈવે પર અચાનક એક નીલગાય (રોઝડું) કારની આડે આવી ગઈ હતી.


ઝડપભેર જઈ રહેલી કાર સામે અચાનક વન્યજીવ આવી જતાં કાર ચાલકે તેને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસમાં તેમણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી કાર હાઈવે પર જ પલટીઓ મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને અંદર બેઠેલા 6 લોકો લોહીલુહાણ થઈ ગયા હતા. ઝડપભેર જઈ રહેલી કાર સામે અચાનક નીલગાય આવી જતાં કાર ચાલકે તેને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસમાં તેમણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી કાર હાઈવે પર જ પલટીઓ મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને અંદર બેઠેલા 6 લોકો લોહીલુહાણ થઈ ગયા હતા.

3 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઈજાગ્રસ્તને જોધપુર ખસેડાયા
આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ શ્વાસ તૂટી ગયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ હાઈવે ઓથોરિટીની ટીમ અને સ્થાનિક જસોલ પોલીસ મથકના SHO સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.

તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની નાહટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર હાલતને જોતા વધુ સઘન સારવાર અર્થે જોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નાહટા હોસ્પિટલના પીએમ રૂમમાં મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ

અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (35 વર્ષ)

હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (32 વર્ષ)

યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (18 વર્ષ)

ઇજાગ્રસ્તોના નામ:

અશોકભાઈ રમેશભાઈ આંજણા (ચૌધરી) (ઉંમર વર્ષ: 26)

કમલેશભાઈ નવાભાઈ આંજણા (ચૌધરી) (ઉંમર વર્ષ: 30)

આયુષભાઈ અજમલભાઈ ચૌધરી (ઉંમર વર્ષ: અંદાજે 8)

ગામના જ ત્રણ આશાસ્પદ યુવાનોના અકાળે મોતથી થાવર ગામ સહિત સમગ્ર ધાનેરા પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને પરિવારો પર આભ તૂટી પડ્યું છે.