Get The App

સેલ્ફ લૉકડાઉનમાં ભાગળની દુકાનો વધુ એક સપ્તાહ બપોર સુધી જ ચાલશે

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News

સુરત, તા. 19 જુલાઈ, 2020.  રવિવાર

કોરોનાના સંક્રમણથી બચવા માટે સરકાર કોઈ નક્કર પગલાં ન ભરતી હોવાથી લોકોએ જ સેલ્ફ લોક ડાઉનનો વિકલ્પ અપનાવ્યો છે.  રાંદેર અને ઉધના વિસ્તારની અનેક દુકાનો બંધ છે જ્યાં સેન્ટ્રલ ઝોનના ભાગળની કેટલીક શેરીના દુકાનદારોએ વધુ એક સપ્તાહ સુધી બપોર સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારના રાંદેર અને ઉધના ઝોનમાં સેલ્ફ લોકડાઉન થયું છે. તેના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે પણ દુકાનો બંધ જોવા મળી હતી. તો ભાગળ દુકાળ પોળ વિસ્તારના વેપારીઓએ સપ્તાહ સુધી બપોરે બે વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો જે સમય મર્યાદા આજે પુરી થતી હતી. દુકાળપોળ વિસ્તારના દુકાનદારોએ હજી આવતાં રવિવાર સુધી બપોર સુધી જ દુકાનો ચાલુ રહેશે તેવો નિર્ણય કર્યો છે.

Tags :