Get The App

જામનગર શહેર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકી

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેર જિલ્લાના સસ્તા અનાજના  દુકાનદારોની હડતાલ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકી 1 - image

જામનગર શહેર -જિલ્લાના આશરે પોણા પાંચસો જેટલા સસ્તા અનાજના દુકાનદારો ગઈ કાલથી હડતાલ ઉપર ગયા છે. કમિશન વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓને  વાચા આપવા આજ થી દુકાનમાંથી અનાજનું વિતરણ કાર્ય બંધ કર્યું છે.

જામનગર શહેર જિલ્લા સહિત રાજ્ય ભરના સસ્તા અનાજના  દુકાનદારો દ્વારા હડતાલનો પ્રારંભ કરાયો છે. સરકાર સમક્ષ કમિશન વધારો સહિતની પોતાની અનેક માગણીઓ આગાવ પણ અનેક વખત રજૂ કરવામાં આવી હતી. આમ છતાં તેનો ઉકેલ લાવવામાં નહીં આવતા ફરી એકવાર હડતાલનો માર્ગ અપનાવાયો છે.

જામનગર શહેરમાં 82 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 390 સસ્તા અનાજની દુકાનો છે.જે તમામ દુનકદારો હડતાળમાં જોડાયા છે. અનાજ વિતરણ બંધ કરવાં આવતા હજારો ગરીબ પરિવારો અનાજથી વંચિત રહેશે. અને હડતાળ ક્યારે પૂર્ણ થશે તેનું નક્કી નથી.