CBDTએ બેનામી પ્રોપર્ટીના કેસમાં તપાસ કરવાની સત્તાની માગણી કરી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
કંપનીઓ, શ્રીમંતો
દ્વારા ભળતી જ વ્યક્તિઓના નામે મોટી જમીન ખરીદીને તેની વિગતો છુપાવીને કરોડોના
કરવામાં આવતા કરચાોરીને સમજી ગયેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે બેનામી
પ્રોપર્ટીઓને પકડી પાડવા માટે સબરજિસ્ટ્રારની કચેરીમાં રજિસ્ટર થતાં દસ્તાવેજોની
ચકાસણી કરીને યોગ્ય જણાય તે કેસોમાં તપાસ
કરવાની સત્તા પોતાને આપવાની માગણી કરી છે.
કાગળ પર અસ્તિત્વ ધરાવતી કંપનીેના ડિરેક્ટર્સને નામે મિલકતો ખરીદીે કરાતાં
ગોટાળા પર સીબીડીટી ચાંપતી નજર રાખશે
જમીનના અસલ માલિકને બદલે ગામડાંના ગરીબો તે જમીનની માલિકી
ધરાવતા હોવાનું બહાર આવી રહ્યું છે. આ ગેરરીતિને પકડી પાડવા માટે સીબીડીટીએ રચેલી
એક પેનલે જ આવકવેરાના અધિકારીઓને આધાર કાર્ડ સાથે લિન્ક થયેલા મિલકતના સોદાને લગતી
માહિતીની અને તેમાં ખાસ કરીને રાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ ચાલતી સબરજિસ્ટ્રારની
કચેરીના ડેટાની ખણખોદ કરવાની સત્તા આપવાની માગણી કરવામાં આવી છે. આ ખણખોદ કર્યા
પછી યોગ્ય લાગે તો તેમાં ચકાસણી પણ તેમને કરવાની છૂટ આ પવાની માગણી કરવામાં આવી
છે.
મોટી કંપનીઓ કાગળ પર જ અનેક બનાવટી કંપનીઓ ઊભી કરીને
મિલકતના તેમાં સોદાઓ કર્યા કરે છે. આ રીતે પણ મની લાન્ડરિંગ કરવામાં આવે છે.માત્ર
કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી કંપનીઓના ડિરેક્ટર્સને નામે પણ મિલકતો ખરીદીને કરવામાં
આવતાં ગોટાળા પર સીબીડીટી હવે ચાંપતી નજર રાખવા માગે છે. માત્ર કાગળ પર જ અસ્તિત્વ
ધરાવતી કંપનીઓની ડિરેક્ટર્સમાંથી ૫૦ ટકાથી વધુ ડિરેક્ટર્સની કોઈ જ આવક જ ન હોવાનું
જોવા મળે છે.
કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી કંપનીઓના બહુમતી શેરધારકો અને
ડિરેક્ટર્સ આવકવેરાનું રિટર્ન પણ ફાઈલ ન કરતાં હોવાનું જોવા મળે છે. તેમ જ કંપનીની
શેરમૂડી કરતાંય વધારે રકમની ગેરેન્ટી વિનાની લોન પણ મેળવી લેતા હોવાનું જોવા મળે
છે. તેમાં ત્રીજી વ્યક્તિને નામે કે અસ્તિત્વ જ ન ધરાવતી વ્યક્તિને નામે મિલકતની
ખરીદી કરવામાં આવે છે. તેને માટેનું પેમેન્ટ બીજી વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે.
તેથી જ આધારકાર્ડ સાથે લિન્ક થયેલા વહેવારો પર નજર રાખવા માટેની સત્તા આવકવેરા
અધિકારીઓે મળવી જોઈએ તેવી માગણી સીબીડીટીએ કરી છે. તેમને પાનકાર્ડ, તેની સાથે જોડાયેલા બેન્ક એકાઉન્ટ, ડિમેટ
એકાઉન્ટ પર નજર રાખવાની સત્તા મળવી જોઈએ.
પ્રોપર્ટી રજિસ્ટ્રારના દસ્તાવેજો, મોટરની ખરીદીના દસ્તાવેજોનો ઉલ્લેખ આારકાર્ડ સાથે જોડાયેલા
ડેટામાં કરેલો જોવા મળે છે. પરંતુ મિલકતનું મૂલ્ય રૃ. ૩૦ લાખથી ઓછું દેખાડવામાં
આવતું હોય તેવા કિસ્સાઓમાં પાનકાર્ડનો ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી. પાનકાર્ડ જ ન
રાવતા ખેડૂતને નામે પણ આ પ્રકારનો સોદો કરવામાં આવતો હોવાનું જોવામ ળે છે. તેથી જ
આાર લિન્ક સ્થાવર મિલકતના સોદાઓ પર નજર રાખવાની સત્તા માગવામાં આવી છે.આ જ રીતે જે
બેન્ક એકાઉન્ટમાં પાનકાર્ડને ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય તેવા બેન્ક એકાઉન્ટ પર
નજર રાખવાની સત્તા પણ મળવી જરૃરી છે. સીબીડીટીને પ્રસ્તુત છૂટછાટ આપવામાં આવશે તો
વેરા ચોરી કરવા માટેના ઘણાં છીંડાં બૂરાઈ જશે. પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી
એક્ટ ૨૦૧૬થી અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે તેમની આ માગણી વાજબી જણાઈ રહી છે.
કારણ કે અત્યાર સુી તેને ગેરલાભ રાજકારણી, આઈએએસ આકિારીઓ અને
આઈપીએસ અકિારી તથા સરકારી અકિારીઓ તેમની બિનહિસાબી આવક છુપાડવા માટે કરી રહ્યા છે.
પ્રોપર્ટીના દસ્તાવેજોના ડેટામાં લોગ ઇન કરવાનો અકિાર આવકવેરા ખાતાંને કે
સીબીડીટીને આપી દેવાથી અબજોની કરચોરી પકડી પાડવામાં સફળતા મળશે.








