નેશનલ હાઇવે નં.48 ઉપર આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરની આડમાં વડોદરા લઈ જવાતો બિયરનો જથ્થો ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch Liquor Smuggling : નેશનલ હાઇવે નં. 48 ઉપર અંકલેશ્વરની સહયોગ હોટલ પાસે આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરના ડ્રમની આડમાં સંતાડેલ બિયરનો જથ્થો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ચાલક સાથે ઝડપી પાડી રૂ.18.16 લાખના બિયરના 7680 ટીન સહિત કુલ રૂ.28.17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોને ફરાર જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે "વિદેશી દારૂનો જથ્થો ભરેલ બંધ બોડીનો આઇસર ટેમ્પો નેશનલ હાઇવે નં.48 ઉપર સુરતથી અમદાવાદ તરફ પસાર થવાનો છે" તેવી માહિતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે સહયોગ હોટલ પાસે વોચ ગોઠવી બાતમી મુજબના ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો ચાલક અજય મદન વાનખડે (રહે-મહારાષ્ટ્ર) હોવાનું બહાર આવ્યું હતું. ટેમ્પોની તલાસી લેતા તેમાંથી ડ્રમ તથા બોક્સની આડમાં સંતાડેલ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. તથા 70 નંગ ડ્રમમાં વેસ્ટ પાઉડર તથા પ્લાસ્ટિકના દાણા હતા. ચાલકે રજૂ કરેલ બિલ્ટી બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂ.18,16,800 ની કિંમતના બિયરના ટીન નંગ 7680, રૂ.10 લાખની કિંમતનો આઇસર ટેમ્પો, મોબાઇલ ફોન તથા વેસ્ટ પાઉડર અને પ્લાસ્ટિકના દાણા ભરેલા ડ્રમ સહિત કુલ રૂ.28,17,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચાલકની પ્રોહીબિશનના ગુનામાં ધરપકડ કરી ટેમ્પો માલિક, રામ નામ ધરાવતો વ્યક્તિ અને એક મોબાઈલ નંબર ધારક શખ્સને ફરાર જાહેર કર્યા હતા. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, મધ્યપ્રદેશ ખાતે એક રામ નામના વ્યક્તિએ મને કહ્યું હતું કે, વાપી જઈ મોટી ગાડી ચલાવીશ તો તને એક દિવસના રૂ.3500 મળશે. ત્યારબાદ ભીલાડ ચેકપોસ્ટથી એક શખ્સે મને આઇસર ટેમ્પો આપી વડોદરાના નંદેસરી ખાતે લઈ જવા કહી ત્યાં અન્ય વ્યક્તિ માલ ક્યાં લઈ જવાનો છે તે જણાવશે તેમ કહ્યું હતું.








