બેચરીનો મહી કેનાલ પરનો પુલ રાહદારીઓ માટે ખૂલ્લો મુકાયો
સોશિયલ મીડિયામાં લોકોએ આંદોલન શરૂ કર્યું હતું
રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોને હવે 10 કિલોમીટરના ફેરામાંથી મુક્તિ મળશે
તાલુકામાં બ્રિજ બંધ થવાના કારણે બેચરી, સુરેલી, ધૂળેટા, સુંદલપુરા અને અન્ય ગામોના લોકોને ઉમરેઠ અવરજવર કરવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. બાળકોને શાળામાં જવા, ખેડૂતોને ખેતરમાં અને નોકરીયાત વર્ગને અપડાઉન કરવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાને લઇને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કર્યું હતું. આગામી ચૂંટણીમાં નેતાઓને ગામમાં પ્રવેશ નહીં આપવાની ચીમકી આપવામાં આવી હતી.
આ વિરોધના પગલે કોંગ્રેસના નેતાઓએ આજે ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પૂર્વ શુક્રવારની રાતે જ મહિ કેનાલના ક્રમચારીઓ દ્વારા પુલ રાહદારીઓ માટે ખૂલ્લો કરી દીધો હતો. જેના કારણે રાહદારીઓ અને દ્રિચકી વાહન ચાલકોને રાહત થઇ છે. હવે રાહદારીઓને ૧૦ કિલોમીટરનો ફેરો નહીં ફરવો પડે.