તહેવારોમાં બહારનું પાણી પીતા પહેલાં ધ્યાન રાખજો, અમદાવાદમાં પાણીના જગ વેચતા ૭૪ એકમના પાણીના સેમ્પલ પીવાલાયક નહીં

અમદાવાદ,શનિવાર,13
સપ્ટેમબર,2025
૨૨ સપ્ટેમબરથી નવરાત્રિ પર્વ શરુ થઈ રહયુ છે.તહેવારો સમયે
મોટી સંખ્યામાં ખૈલેયાઓની સાથે ગરબા રસિકો પણ બહાર નીકળશે. આ સમયે બહારનુ પાણી
પીતા પહેલાં ધ્યાન રાખજો.કેમકે ૧૩ ઓગસ્ટથી ૮ સપ્ટેમબર સુધીના સમયમાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના હેલ્થ વિભાગે વોટરજગથી પાણી વેચતા ૭૪ એકમોના પાણીના સેમ્પલ અનફીટ
આવતા સીલ કર્યા છે.
અમદાવાદના પૂર્વમાં
આવેલા ગોમતીપુર તથા દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડના ૨૬
સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહીનામાં ઝાડા ઉલટી , કમળા ઉપરાંત
ટાઈફોઈડ અને કોલેરાના મળી કુલ ૧૩૮૫ કેસ
શહેરના વિવિધ વિસ્તારમાં નોંધાયા
હતા.કોર્પોરેશનના સર્વે પછી આ તમામ વોર્ડને હાઈરીસ્ક ઝોનમાં મુકવામા આવ્યા
છે.પાણીમાં પોલ્યુશન આવવાની સતત વધતી ફરિયાદ અને પાણીજન્ય રોગના કેસમાં થઈ રહેલા
વધારાને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે હેલ્થ વિભાગને શહેરના અલગ અલગ વિસ્તારમાં
પાણીના જગ વેચતા એકમોમાં સઘન તપાસ કરવા સુચના આપી હતી.આ ઉપરાંત જે વિસ્તારમાં
પાણીમાં પોલ્યુશન આવતુ હોય ત્યાં તાકીદના ધોરણે પાણીની લાઈન બદલવાની ઈજનેર વિભાગને
સુચના આપી હતી.દરમિયાન હેલ્થ વિભાગે જુદા જુદા વોર્ડ વિસ્તારમાં આવેલા વોટર જગ
વેચતા એકમો સીલ કર્યા છે. કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર
ભાવિન સોલંકીએ કહયુ,હાલ તુરત
તો પાણીના સેમ્પલ અનફીટ આવતા એકમો સીલ કરાયા છે. સેમ્પલોને લઈ વધુ તપાસ ચાલી રહી
છે.કયા-કયા પ્રકારની ક્ષતિઓ જોવા મળે છે તે અંગે વિસ્તૃત રીપોર્ટ મળ્યા પછી સીલ
કરેલા એકમો ખોલવા કે કેમ એ અંગે નિર્ણય લેવામાં આવશે.
પાણીના સેમ્પલ તપાસમાં મુખ્યત્વે જોવાતી બાબતો
૧. ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન
મુજબ, બેચ નંબર, પ્રોસેસરની
ડીટેઈલ, બેસ્ટ
બિફોર યુઝ ની તારીખ દર્શાવેલી છે કે કેમ?
૨. એફએસએસઆઈના ધારાધોરણ મુજબ લાયસન્સ ધરાવે છે કે કેમ?
૩. ઉત્પાદન સ્થળ ઉપર આરોગ્યપ્રદ સ્થિતિ હતી કે કેમ?
૪. લોકાના આરોગ્યની દ્રષ્ટિએ પીવાલાયક પાણી છે કે કેમ?
૫. પાણી પીવાથી પાણીજન્ય કે કિડની જેવા રોગ થવાની સંભાવના.
ઓગસ્ટમાં કોર્પોરેશનના ૧૦૨ પાણીના સેમ્પલ પીવાલાયક નહોતા
ઓગસ્ટ મહીનામાં વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામા આવતા પાણીના ૬૪૩૯ સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી ૧૦૨ સેમ્પલ પીવા લાયક નહતા.કલોરીન ટેસ્ટ માટે ૪૫૨૬૨ સેમ્પલ પાણીના લેવાયા હતા. આ પૈકી ૨૮ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.
ઝોન મુજબ કયાં-કેટલાં એકમ સીલ
ઝોન વોર્ડ એકમ
ઉત્તર
સરદારનગર, નરોડા, ૧૦
દક્ષિણ
બહેરામપુરા,દાણીલીમડા, લાંભા
વટવા,ઈન્દ્રપુરી,ઈસનપુર, ખોખરા ૩૫
પૂર્વ
ઓઢવ,વસ્ત્રાલ, રામોલ,હાથીજણ ૦૯
ઉ.પ.
ગોતા,થલતેજ, બોડકદેવ, ચાંદલોડીયા
થલતેજ ૧૦
પશ્ચિમ
સાબરમતી,વાસણા ૦૫
દ.પ.
સરખેજ, જોધપુર,વેજલપુર,મકતમપુરા ૦૫








