Gujarat

બીસીએ સ્ટેડિયમની રૂ. ૪૯.૬૧ કરોડની સબસીડી મંજૂર

By GS TEAM
25 Nov 20251 min read
બીસીએ સ્ટેડિયમની રૂ. ૪૯.૬૧ કરોડની સબસીડી મંજૂર

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ) સ્ટેટ એસોસિએશનોને ક્રિકેટ સ્ટેડિયમ માટે સબસીડી ફાળવે છે. બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની બીસીએ સ્ટેડિયમની પેન્ડિંગ સબસીડી મંજૂર થતા હવે આ રકમ બીસીએને પ્રાપ્ત થશે ..

તાજેતરમાં બીસીએની ૮૫મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજાઈ હતી. જેમાં સભ્યોએ બહુમતીથી તમામ એજન્ડાને મંજૂરી આપી હતી. નિયમ અનુસાર બીસીએ દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો બીસીસીઆઈને સોંપવામાં આવ્યા છે. બીસીએએ જાણકારી આપી હતી કે, બીસીસીઆઈ દ્વારા બીસીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે બાકી રહેલી સબસિડીની રકમ રૂ. ૪૯, ૬૧, ૫૯,૯૧૨ + જીએસટી સ્વીકૃત કરવામાં આવી છે. આ રકમ બીસીએને સંચાલન યોજનાઓ મજબૂત કરવા અને સુવિધાઓને વધુ આધુનિક બનાવવા મદદરૂપ થશે. બીસીએ પ્રમુખ પ્રણવ અમીનનું કહેવું છે કે, આ રીમ્બર્સમેન્ટ અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, ખાસ કરીને આગામી આંતરરાષ્ટ્રીય મેન્સ વનડે મેચની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમારી પ્રાથમિક્તા એક આધુનિક, કાર્યક્ષમ અને ખેલાડીઓ તથા દર્શકોને ઉત્તમ અનુભવ આપે એવા સ્ટેડિયમ માળખાનું નિર્માણ કરવાની છે.