બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિયેશન)ની એપેક્સ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક આજે બીસીએ ઓફિસ ખાતે મળી હતી. જેમાં એસોસિયેશનને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બીસીએના પ્રમુખ પ્રકાવ અમીને જાહેરાત કરી હતી કે, બીસીએની ચૂંટલી તા. ૧૫ ફેબ્રુઆરીએ યોજાશે. પ્રમુખદ્વારા તમામ કાઉન્સિલ સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણીની તારીખ માટે સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે પ્રાવ અમિને કહ્યું હતું કે, બીસીએ પારદર્શિતા, શિસ્ત અને લોકશાહી કાર્યપદ્ધતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે. આવનારી ચૂંટલી બીસીએના સભ્યો અને બરોડા ક્રિકેટના હિતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ન્યાયસંગત અને સરળ રીતે યોજાશે
બીસીએના ઉપપ્રમુખ અનંત ઇંદુલકર અને ખજાનચી શીતલ મહેતાએ આગામી ભારત -ન્યૂઝીલેન્ડ આંતરરાષ્ટ્રીય મેન્સ વનડે મેચ માટે ચાલી રહેલી તૈયારીઓ અંગે એ પેક્સ કાઉન્સિલને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, તમામ વેન્ડરોની પસંદગી પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે અનેસુરથા, હાઉસકીપિંગ, કેટરિંગ તથા ઓપરેશન્સ માટે અલગ-અલગ સમિતિઓ રચવામાં આવી છે.
પોલીસ પ્રશાસનની ભલામણ અનુસાર સ્ટેડિયમમાં સુરક્ષા જાળવવા માટે સેફ્ટી નેટ્સ લગાવી, કારપાસનું નંબરિંગ, સ્ટેડિયમમાં સંપૂર્ણ કલર કોર્ડિંગદ્વારા ભીડ વ્યવસ્થાપને, તેમજ દર્શકોની સુવિધા માટે ૩૦ હજારથી વધુ ટિકિટોનુંવિતરણ કરવામાં આવ્યું છે.
વધુમાં ઉમેર્યું હતું કે, દર્શકોની સુરક્ષા અને સરળ વ્યવસ્થા પન અમારીસ વર્વોચ્ચ પ્રાથમિક્તા છે. ટિકિટો મિનિટોમાં સોલ્ડ આઉટ થવીએ વડોદરામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે.


