બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું
અંબાજી જતા પદયાત્રીઓને સુરક્ષા અનુસંધાનમાં મહત્વની ઝુંબેશ હાથ ધરી
પદયાત્રીઓને ભક્તિ સાથે વાહન વ્યવહારના નિયમોની જાણકારી મળી રહે તે માટે પુસ્તિકાનું વિતરણ કરાયું
અમદાવાદ,બુધવાર
અંબાજી જતા પદયાત્રીઓને રાતના સમયે અકસ્માતથી બચી શકાય તે
માટે ચાલતા સમયે રેડીયમવાળા જેકેટ મળી રહે તે માટે બાવળા આરટીઓ દ્વારા મહત્વની
ઝુંબેશ હાથ ધરી છે. જેમાં પદયાત્રીઓને મોટા પ્રમાણમાં રેડીયમ વાળા જેકેટ આપવામાં
આવ્યા હતા. સાથે સાથે ટ્રાફિકના નિયમો અંગે જાણકારી મળી રહે તે માટે પુસ્તિકાનું
પણ વિતરણ કરાયું હતું.
અંબાજી પ્રતિ વર્ષ લાખો પદયાત્રીઓ ગુજરાતના વિવિધ
શહેરોમાંથી ચાલતા ચાલતા જાય છે. ત્યારે રાતના સમયે ચાલતા જતા પદયાત્રીઓને
અકસ્માતનો ભય રહે છે. જેથી તેમને રેડીયમ વાળા સેફ્ટી જેકેટ આપવામાં આવે તો જોખમ
ઘટી શકે છે. ત્યારે બાવળા આરટીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં
પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું મોટાપ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારે આ અંગે બાવળા આરટીઓના અધિકારી એચ એ પટેલે જણાવ્યું કે પદયાત્રીઓ માટે ખાસ
રેડીયમ જેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
જેનું રીફ્લેક્શન પણ ખુબ છે. જેથી અકસ્માતને ટાળી શકાય છે. આરટીઓ દ્વારા માત્ર જેકેટ જ નહી પણ પદયાત્રીઓને
ટ્રાફિકના નિયમો અંગે જાણકારી મળી રહે તે માટે પુસ્તિકાનું વિતરણ પણ કરાયું હતું.
જેમાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે.