Gujarat
ચામાચીડિયા ગેંગે માંજલપુરમાં ચોરીની કોશિશ કરી હતી
By GS TEAM
5 Sep 20251 min read

વડોદરા,માંજલપુર પોલીસે ઝડપી પાડેલી ચામાચીડિયા ગેંગ દ્વારા માંજલપુરની એક સોસાયટીમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
છેલ્લા ૧૫ દિવસમાં મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં ચોરીઓ કરનાર ચામાચીડિયા ગેંગના ત્રણ સાગરીતોને માંજલપુર પોલીસે સુશેન સર્કલ પાસેથી ઝડપી પાડયા હતા. આ ગેંગ દ્વારા ૧૨ દિવસ પહેલા માંજલપુરની મેપલ વિલા સોસાયટીમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જોકે, સ્થાનિક રહીશો જાગી જતા ચોર ટોળકી ભાગી ગઇ હતી. આ અંગે પણ માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ગેંગના અન્ય આરોપીઓેને પકડવા માટે પોલીસની ટીમ ગણેશ વિસર્જન પછી મધ્યપ્રદેશ રવાના થશે.








