બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ - વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા
આવતીકાલે તા. 3 ઓગસ્ટે સેમી ફાઇનલ અને ફાઇનલની મેચો રમાશે
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 6 મેચોનો પરિણામ સ્પષ્ટ થતા મેન્સમાં માંડવી માવેરિક્સના સહજ પટેલ અને વિમેન્સની નવલખી નીન્જાસની ખુશી શાહનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું.
શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન અને બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાએ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં મેન્સની 8 અને ગર્લ્સની 6 ટીમોએ ભાગ લીધો છે. ગઈકાલે ચેમ્પિયનશિપના પ્રારંભ સાથે 6 મેચોના પરિણામ સ્પષ્ટ થયા હતા. જેમાં મેન્સની કોઠી ક્રસર્સ, માંડવી માવેરિક્સ, સેવાસી સ્ટોર્મ અને બરોડા ટાઇટન્સ તથા વિમેન્સની લક્ષ્મી લાયન્સ અને નવલખી નીન્જાસના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી વિજય મેળવ્યો હતો. જ્યારે આજે મેન્સની માંડવી માવેરિક્સ અને કોઠી ક્રસર્સ તથા નર્મદા નાઇટ્સ અને સેવાસી સ્ટોર્મ વચ્ચે હરીફાઈ થતા કોઠી ક્રશર્સ અને નર્મદા નાઇટ્સએ બાજી મારી હતી. આજે અને આવતીકાલે અલગ અલગ ટીમો વચ્ચે વચ્ચે કુલ 12 મેચો રમાશે. ત્યારબાદ તા. 3 ઓગસ્ટના રોજ સેમિફાઇનલ અને ફાઇનલની મેચ યોજાશે.