Gujarat

૧૫ દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો

By GS TEAM
15 Jun 20251 min read
૧૫ દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો

વડોદરા,૧૫  દિવસ પહેલા થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખી ત્રણ આરોપીઓએ વેપારી પર હુમલો કર્યો હતો. જે અંગે વારસિયા  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વારસિયા સંતકંવર કોલોની પાસે દેવીનારાયણ ફ્લેટમાં  રહેતા ગિરીશ સેવકરામ પહેલવાની વારસિયા કોટની પાસે સતનામ ડેરીના નામે ધંધો કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૩ મી તારીખે રાતે ૧૦ વાગ્યે હું જમીને વારસિયા કોટ વિસ્તારમાં  બેસીને રાતે ઘરે  આવી રહ્યો હતો. ઇન્દ્રલોક ફ્લેટના નાકા પાસે જીતેન અનુભાઇ ફુલવાણી તથા આકાશ મહેશકુમાર મોટવાણી મને મળ્યા હતા. જીતેને મને કહ્યું કે, ૧૫ દિવસ  પહેલા મને મોબાઇલ પર કેમ  ગાળો બોલ્યો હતો ? અમારી વચ્ચે તે બાબતે સામાન્ય બોલાચાલી થયા  પછી સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ હું ઘરે આવી ગયો હતો. રાતે એક વાગ્યે મકાનની લાઇટ બંધ થઇ જતા હું ચેક કરવા માટે નીચે આવ્યો ત્યારે નીચે જીતેન ઉભો હતો. તેણે મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો. તેણે ફોન કરતા એક કાર આવી હતી. તેમાં આકાશ મોટવાણી તથા મોહિત ફુલવાણી હતા. મોહિતે લોખંડની સ્ટીક વડે મને માથામાં ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ત્રણેય હુમલાખોરો ભાગી છૂટયા હતા.