Get The App

બરવાળાઃ ખનન માફિયાઓ સામે તવાઈ, ખનીજ ચોરી કરતા 3 ટ્રક ઝડપાયા

Updated: Mar 4th, 2025

GS TEAM

Google News
Google News
બરવાળાઃ ખનન માફિયાઓ સામે તવાઈ, ખનીજ ચોરી કરતા 3 ટ્રક ઝડપાયા 1 - image


- બરવાળાના મામલતદારે ટીમો બનાવી રાત્રિ ચેકિંગ કરતાં  માફિયાઓમાં ફફડાટ   

- અલગ-અલગ 3 ટ્રકમાં ગેરકાયદે રીતે લઈ જવાતી 105 ટન સાદી રેતી અને માટીનો જથ્થો ઝડપી પાડયો : ખનન માફિયાઓને દંડ ફટકારાયો 

ભાવનગર : બોટાદના બરવાળા પંથકમાં ખનીજ ચોરી વ્યાપક ફરિયાદોના પગલે બરવાળા મામલતદારે ખાસ ટીમો બનાવી રાત્રિ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અમદાવાદ-ભાવનગર હાઇવે પરથી ત્રણ લાડિૅંગ વાહનોમાં ૨૦ ટન સાદી રેતી સહિત૧૦૫ ટન જથ્થો જપ્ત કર્યો હતો. બરવાળા પંથકમાં તંત્રની આકસ્મિક કામગીરીના પગેલ ખનનમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 

આ અંગેની વિગત એવી છે કે, બોટાદ જિલ્લામાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો અને ખનન માફિયાઓના રાજ સામે આકસ્મિક સખ્ત કાર્યવાહી કરવા રાજ્યના ખાણ ખણીજ વિભાગે સૂચના આપી હતી. જેના પગલે બરવાળા પ્રાંત અધિકારીએ ખનન ચોરી અટકાવવા અલગ-અલગ ચેકિંગ ટીમ બનાવી બરવાળા તાલુકામાંથી સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જેમાં ગત તા.૨૪થી ૨૭ ફબૂ્રઆરી દરમિયાન રાત્રિના સમયે અમદાવાદ-ભાવનગર હાઇવે પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધી ત્રણ વાહન જપ્ત કર્યા હતા. જેમાં મિલાન રાજ્યગુરૂની માલિકીનો ડમ્પર-ટ્રક નંબર જીજે-૨૩-એડબલ્યુ-૮૧૪૫ અંદાજીત ૫૦ ટન સાદી માટી સાથે  ગેરકાયદે લઈ જતો ડ્રાઇવર ટોલીયા ડામોર બાપુભાઇ  ઝડપાઈ ગયો હતો. એ જ રીતે જગા  નારાયણભાઇ ઝાપડાની માલિકીના વાહન નં.જીજે-૧૩-એએક્સ-૦૧૬૮માં અંદાજીત ૩૫ ટન સાદી રેતી તેમજ દિલીપ ઇશ્વરભાઇ કણઝરીયાની માલિકીના જીજે-૦૪-એક્સ-૬૬૩૦ના વાહનમાં અંદાજીત ૨૦ ટન સાદી રેતી ભરીને જતો ડ્રાઇવર નિકુલ  પ્રભુભાઇ દોદરીયા ટીમના હાથે ઝડપાઈ ગયો હતો. ટીમે આ રાત્રિ ચેકિંગ દરમિયાન એકંદરે ૧૦૫ ટન જેટલો જથ્થો જપ્ત કર્યો હતો. જયારે,ટીમે ડમ્પર-ટ્રકને અટકાવી તેના ડ્રાઇવરની પુછપરછ કરી વજન પાવતી તથા રોયલ્ટી પાસ માંગવામાં આવી હતી, પરંતુ તેમની પાસે વજન પાવતી તથા રોયલ્ટી પાસ નહીં મળતાં તેને સીઝ કરી બરવાળા પોલીસને સોંપવામાં આવ્યો હતો તેમજ તમામ વિરૂદ્ધ  ગુજરાત મીનરલ (પ્રીવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ)રૂલ્સ-૨૦૧૭ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી માટે બોટાદની મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ વિભાગને હુકમ કર્યો હતો. 

Tags :