Gujarat

આજે બરોડા પ્રીમિયર લીગની ફાઈનલ, એલેમ્બિક વોરિયર્સ vs અમી સુપર એવેન્જર્સ વચ્ચે જામશે જંગ

By GS TEAM
29 Jun 20252 mins read
TukuTouch Logo
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પહેલીવાર T-20 ફોર્મેટમાં બરોડા પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં 5 ટીમો વચ્ચે હરીફાઈ યોજાતા ભારે રસાકસી બાદ એલેમ્બિક વોરિયર્સ અને અમી સુપર એવેન્જર્સ ફાઇનલમાં પહોંચતા આજે સાંજે 6:45 કલાકે બીસીએ સ્ટેડિયમ ખાતે ફાઇનલનો જંગ જામશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે બરોડા પ્રીમિયર લીગની ફાઈનલ, એલેમ્બિક વોરિયર્સ vs અમી સુપર એવેન્જર્સ વચ્ચે જામશે જંગ

Baroda Premier League: બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પહેલીવાર T-20 ફોર્મેટમાં બરોડા પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં 5 ટીમો વચ્ચે હરીફાઈ યોજાતા ભારે રસાકસી બાદ એલેમ્બિક વોરિયર્સ અને અમી સુપર એવેન્જર્સ ફાઇનલમાં પહોંચતા આજે સાંજે 6:45 કલાકે બીસીએ સ્ટેડિયમ ખાતે ફાઇનલનો જંગ જામશે.


અમી સુપર એવેન્જર્સનો પોઇન્ટના આધારે ફાઇનલમાં પ્રવેશ

ગઈકાલે તા. 28 જૂનના રોજ સેમિફાઇનલની બીજી મેચ અમી સુપર એવેન્જર્સ અને પૃથ્વી પેન્થર્સ વચ્ચે યોજાઈ હતી. પરંતુ વરસાદના કારણે 8- 8 ઓવરની મેચ ત્રણ કલાક મોડી શરૂ થઈ હતી. જેમાં પ્રથમ ઇનિંગમાં પૃથ્વી પેન્થર્સએ 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 80 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં અમી સુપર એવેન્જર્સ 1.4 ઓવરમાં બે વિકેટ ગુમાવી 16 રન બનાવ્યા હતા. જો કે , વરસાદે બાજી બગાડતા મેચ રોકવાની ફરજ પડી હતી. અને અમી સુપર એવેન્જર્સને વધુ પોઇન્ટ હોવાથી ફાઇનલમાં ક્વોલિફાઇડ કરવામાં આવી હતી. 

સેમિફાઇનલની પ્રથમ મેચમાં એલેમ્બિક વોરિયર્સની જીત

ઉલ્લેખનીય છે કે, ગઈ તા. 27 જૂનના રોજ સેમિફાઇનલની પ્રથમ મેચ અમી સુપર એવેન્જર્સ અને એલેમ્બિક વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં અમી એવેન્જર્સએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. તો તેની સામે એલેમ્બિક વોરિયર્સએ 19.4 ઓવરમાં 6 વિકેટે 160 રનનો લક્ષ્યાંક હાંસિલ કરી 4 વિકેટથી વિજેતા થઈ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 


અમિષા પટેલ અને અભિનેતા મલ્હાર ઠાકર આપશે હાજરી 

આજે સાંજે એલેમ્બિક વોરિયર્સ vs અમી સુપર એવેન્જર્સ વચ્ચે રમાનારી ફાઇનલ મેચમાં બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ અને ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર સ્ટેડિયમમાં હાજરી આપશે.