Get The App

આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે બરોડા મ્યુઝિયમની ૨૭ ગેલેરીઓમાં ૧૦ હજારથી વધુ કલાકૃતિઓનો સંગ્રહ

કમાટીબાગ ખાતેના મ્યુઝિયમની ઇમારતનો ૧૮૮૭માં શિલાન્યાસ બાદ ૧૮૯૪માં પ્રજા માટે ખુલ્લુ મૂકાયું

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે  બરોડા મ્યુઝિયમની ૨૭ ગેલેરીઓમાં ૧૦ હજારથી વધુ કલાકૃતિઓનો સંગ્રહ 1 - image

વડોદરા, તા.17 ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા ૧૯૭૭ માં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની શરૃઆત થઇ હતી. દર વર્ષે ૧૮મે ના રોજ ઉજવવામાં આવતા, વિશ્વ સંગ્રહાલય દિવસનો ઉદ્દેશ્ય વિશ્વભરના મ્યુઝિયમોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.

વડોદરામા કમાટીબાગ સ્થિત સંગ્રહાલય અને ચિત્રાલય રાજયનું નમૂનેદાર અને સૌથી મોટું સંગ્રહાલય છે. શિક્ષણ ક્ષેત્રે મહાન, જાગૃત અને દ્રષ્ટિવંત રાજયકર્તા શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ( ત્રીજા ) દ્વારા વર્ષ૧૮૮૭માં આ સંગ્રહાલય ઇમારતનો શિલાન્યાસ થયેલ. આ સંગ્રહાલયની ઇમારતનું સ્થપતિકાર્ય બ્રિટિશ સ્થપતિઓ દ્વારા વિશિષ્ટ ઇન્ડો સારસેનિક શૈલીથી કરવામાં આવ્યું. તેને વર્ષ૧૮૯૪ માં પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ ઇમારતને સંલગ્ન ચિત્રાલયની ઇમારત પછીથી બનાવવામાં આવી. 

આ સંગ્રહાલયમાં યુરોપનાં તૈલચિત્રો , ઇજીપ્તની કળા, ભારત  ગ્રીક કળાઓનું સુભગ સંમિશ્રણ ધરાવતાં નમૂનાઓ અને પ્રાકૃતિક ઇતિહાસના નમૂનાઓ વગેરે  સંગ્રહનો સમાવેશ થાય છે. બરોડા મ્યુઝિયમમાં ૨૭ વિવિધ ગેલેરીઓ છે જે ૧૦,૦૦૦ થી વધુ કલાકૃતિઓ દર્શાવે છે. ઇજિપ્તીયન બાળકીનું મમી, ૭૨ ફૂટનું બ્લુ વ્હેલ સ્કેલેટન મુખ્ય આકર્ષણો છે. બરોડા મ્યુઝિયમમાં સંગ્રહિત વસ્તુઓની માહિતી ઓડિયો વિઝયુલ્સ સાથે ક્યુ.આર. કોડના માધ્યમ થકી પણ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં વિવિધ ઐતિહાસિક નગરી, આદિવાસી વિસ્તારો અને પ્રવાસન સ્થળોએ રાજય સરકાર સંચાલિત ૧૫ સંગ્રહાલયો આવેલા છે.



Tags :