Gujarat
ગેરલાગયક ઠેરવવાની નોટિસને મુદ્દે બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થયા, 23મીએ સુનાવણી
By GS TEAM
13 Mar 20261 min read

વડોદરાઃ બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખને ગેર વહિવટ બદલ મળેલી શોકોઝ નોટિસની આજે સુનાવણી હોવાથી બંને જણા ગાંધીનગરના રજિસ્ટ્રાર સમક્ષ હાજર થયા હતા.
ડેરીના દાણ પ્રોજેક્ટ તેમજ દુધના ઉત્પાદનમાં ઘટાડો,ઇ ટેન્ડરિંગ કરી ભાવો નહિ મંગાવવા અને સંઘની મિલકતો ખરીદવા રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી નહિ લેવા જેવા મુદ્દે ગાંધીનગરના રજિસ્ટ્રારે તત્કાલિન પ્રમુખ દીનુ મામા અને ઉપપ્રમુખ જીબી સોલંકીને કલમ ૭૬(બી) હેઠળ હોદ્દા પરથી દૂર કેમ નહિ કરવા તેની શોકોઝ નોટિસ આપવામાં આવી હતી.
આજે તેની મુદત હોવાથી બંને ડિરેક્ટરો રજિસ્ટ્રાર સમક્ષ હાજર થયા હતા અને આ નોટિસ સ્પેશિયલ ઓડિટરના રિપોર્ટને આધારે આપવામાં આવી હોવાથી રિપોર્ટની માગણી કરવામાં આવી હતી.જેથી આગામી તા.૨૩મી માર્ચે મુદત આપવામાં આવી છે.








