Get The App

બરોડા ડેરીએ ઇતિહાસમાં સૌથી વધુ 105 કરોડનો ભાવ ફેર ચૂકવ્યો

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
બરોડા ડેરીએ ઇતિહાસમાં સૌથી વધુ 105 કરોડનો ભાવ ફેર ચૂકવ્યો 1 - image


Baroda Dairy : વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભા પહેલી વખત બોડેલી ખાતે મળી હતી. જેમાં બરોડા ડેરીએ ઈતિહાસમાં સૌથી વધુ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરી હતી.

બરોડા ડેરી દ્વારા વડોદરા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાંથી અંદાજે 1200 જેટલી મંડળીઓમાંથી દૂધ મેળવવામાં આવે છે. ડેરીએ વડોદરાની જેમ બોડેલીમાં પણ પ્લાન્ટ નાખ્યો છે જેનું મુખ્યમંત્રી ઉદઘાટન કર્યું હતું. આ વખતે ત્યાંના દૂધ ઉત્પાદકોની માંગણીને સ્વીકારી પહેલી વખત એજીએમ બોડેલીના પ્લાન્ટમાં બોલાવવામાં આવી હતી. 

બરોડા ડેરીએ ઇતિહાસમાં સૌથી વધુ 105 કરોડનો ભાવ ફેર ચૂકવ્યો 2 - image

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખે એજીએમમાં ડેરીના ઇતિહાસમાં સૌથી વધુ 105 કરોડનો ભાવ ચૂકવવાની જાહેરાત કરી હતી અને આ ભાવ ફેર 6 સપ્ટેમ્બર સુધીમાં દૂધ ઉત્પાદકોને મળી જાય તેવા પ્રયત્ન કરવાની પણ ખાતરી આપી હતી.

તેમણે કહ્યું હતું કે,વર્ષ 2016-17 માં બરોડા ડેરી દ્વારા સૌથી વધુ 100 કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વખતનો ભાવ ફેર તેનાથી પણ વધુ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે બરોડા ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.1463 કરોડ પર પહોંચ્યું છે.

Tags :