Get The App

બરોડા ક્રિકેટ એસોસિએશનના કોટંબી સ્થિત નવું સ્ટેડિયમ ટૂંક સમયમાં શરૂ થઈ જશે: ઇન્ટરનેશનલ મેચ પણ રમાશે

Updated: Sep 8th, 2023

GS TEAM


Google News
Google News
બરોડા ક્રિકેટ એસોસિએશનના કોટંબી સ્થિત નવું સ્ટેડિયમ ટૂંક સમયમાં શરૂ થઈ જશે: ઇન્ટરનેશનલ મેચ પણ રમાશે 1 - image


વડોદરા, તા. 08 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

વડોદરા શહેર ની પ્રજાને બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી ટૂંક સમયમાં કોટંબી વિસ્તારમાં નવું અધ્યતન સુવિધા સાથે નું સ્ટેડિયમ ટૂંક સમયમાં શરૂ થઈ જશે જ્યાં ઇન્ટરનેશનલ મેચ રમાવા માટે ની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે જે અંગે સરકાર તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ કોટંબી નું સ્ટેડિયમ શરૂ થઈ જશે.   

બરોડા ક્રિકેટ એસોસિશન ના પ્રમુખ પ્રણવ અમીનએ માંજલપુર સ્થિત શ્રેયસ વુમન્સ ક્રિકેટ એકેડેમી નું ઉદઘાટન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે કોટંબી ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અધ્યતન સુવિધા સાથે નું સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે જેમાં માત્ર ઇન્ટિરિયર નું કામ બાકી છે,બે ત્રણ માસ માં સ્ટેડિયમ સંપૂર્ણ તૈયાર થઈ જાય પછી BCCI માં ઇન્ટરનેશનલ મેચ માટે એપ્લાય કરીશું .સરકાર ની મંજૂરી આવે એટલે ઈંટરનેશનલ મેચ રમાવવાની શરૂઆત કરીશું

Tags :