વડોદરાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ બેંક 80 હજાર ડેબિટ કાર્ડ અને 335 માઈક્રો એટીએમ અપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Baroda Central Bank : વડોદરા જિલ્લાની મેરાકુવા દૂધ મંડળીમાં મૃતકોના નામે દૂધ ભરી પેમેન્ટ કરવાના પ્રકરણ બાદ વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા તમામ પેમેન્ટ એટીએમથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બરોડા સેન્ટ્રલ બેન્કની આજે 112મી એજીએમ મળી હતી. જેમાં 34 વર્ષ બાદ બેંક નફો કરતી થઈ હોવાથી સભાસદોને 9 ટકા ડિવિડન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા દૂધ મંડળીઓમાં દૂધ કરતા સભાસદોને પણ બરોડા ડેરી વતી પેમેન્ટ કરવામાં આવે છે. જે દરમિયાન સાવલી તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં મૃતકોના નામે દૂધ ભરી રોકડ રકમ ચૂકવવામાં આવ્યું હોવાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ થઈ હતી. આ પ્રકરણ બાદ બરોડા સેન્ટ્રલ બેન્ક ની એજીએમમાં તમામ પ્રકારનું પેમેન્ટ ઓનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેંક દ્વારા સભાસદોને 80 હજારથી વધુ ડેબિટ કાર્ડ તેમજ મંડળીઓને 335 માઇક્રો એટીએમ કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાર નવી શાખાઓ ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.









