રણજી ટ્રોફીના મેચમાં બરોડાએ ઓડિશાને ૭ વિકેટથી હરાવ્યું
પ્રથમદાવમાં બરોડાની ૧૪૨ રનની લીડ સામે ઓડિશા ૧૭૪માં ખખડ્યું

ઓડિશામાં કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાયેલ રણજી ટ્રોફી મેચમાં બરોડાની ટીમનો ઓડિશા સામે ૭ વિકેટથી વિજય થયો હતો.
ઓડિશાની પ્રથમ ઇનિંગ્સમાં રાજેશ ધૂપરે ૯૪ રન અને શુભ્રાંશુ સેનાપતિએ ૭૯ રન ફટકારતા એક તબક્કે બરોડાની ટીમમાં ટેન્શન વધ્યું હતું. જો કે, બરોડાના અતિત શેઠે ૪, રસીખ સલામે ૩ અને ભાર્ગવ ભટ્ટે ૨ વિકેટઝડપી ઓડિશાના સ્કોરને ૨૭૧ રન પ૨થંભાવી દીધો હતો. ત્યારબાદ બરોડાની ટીમે દાવ લેતા શિવાલિક શર્માએ ૧૨૪ રન, સુકીર્ત પાંડે ૭૧ રન, મિતેશ પટેલે અણનમ ૧૦૦ રન બનાવી ૪૧૩ રન સાથે૧૪૨ રનની લીડ આપી હતી. ઓડિશાની બીજી ઈનિંગ્સમાં બરોડાના મહેશ પીઠિયાએ ૬ વિકેટ તથા ભાર્ગવ ભટ્ટે ૩ વિકેટ ઝડપી લેતા ઓડિશા માત્ર ૧૭૪ રન પર સમેટાયું હતું. બરોડાએ જીતવા માટ જરૂરી ૩ વિકેટે ૩૬ રન બનાવી ૭ વિકેટથી ૩૩ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.