Gujarat

બરાનપુરાના આઘેડનો હાલોલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત

By GS TEAM
22 Mar 20261 min read
બરાનપુરાના આઘેડનો હાલોલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત

હાલોલ તા.૨૨ વડોદરાના બરાનપુરા સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા ૫૧ વર્ષના આધેડે હાલોલ તાલુકાના કણજરી ગામ નજીક રાજપુરા ખાતેની નર્મદા મુખ્ય કેનાલમાં  ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ શખ્સ કૂદી પડયો હોવાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કેનાલની નજીક  એક સ્કૂટર મળ્યું હતુ જેમા કેનાલમાં કૂદી પડેલા ઇસમનું લાઇસન્સ મળતા જાણવા મળ્યુ હતુ કે કેનાલમાં ઝંપલાવનાર વડોદરાનો રહીશ સંજય શિવાજીરાવ ખાંડેકર છ. પોલીસે હાલોલ ફાયર ટીમની મદદથી તેની શોધખોળ આદરી હતી. 

પોલીસે જણાવ્યું હતું કે સંજય ખાંડેકર ગઇકાલે સવારે નવ વાગે પોતાનું સ્કૂટર લઈને હું આવું છું તેમ કહી ઘેરથી નીકળ્યા બાદ બપોર સુધી પરત ન આવતા પ્રથમ પત્નીએ બાદમાં તેમના પુત્રએ ફોન કરતા સંજયભાઇએ થોડીવારમાં ઘરે આવું છું તેમ કહ્યું હતું. શોધખોળ બાદ કેનાલમાંથી મૃતદેહ મળતા કાર્યવાહી કરી પરિવારના સભ્યોને સોંપાયો છે.