Gujarat

અમેરિકાના યુટાહ સોલ્ટ સીટી ખાતે બીએપીએસના સંતોએ મોર્મન ખ્રિસ્તી ધર્મવડાઓની શુભેચ્છા મુલાકાત લીધી

By GS TEAM
25 Jun 20251 min read
અમેરિકાના યુટાહ સોલ્ટ સીટી ખાતે બીએપીએસના સંતોએ મોર્મન ખ્રિસ્તી ધર્મવડાઓની શુભેચ્છા મુલાકાત લીધી

અમદાવાદ,બુધવાર

અમેરિકાના યુટાહ સોલ્ટ સીટી ખાતે બીએપીએસના સંતોએ મોર્મન ખ્રિસ્તી ધર્મવડાઓઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ વતી બ્રહ્યવિહારી સ્વામી, વિવેકમૂર્તિદાસ સ્વામી, શુકમુનિદાસ સ્વામી સહિતના સંતો હાજર રહ્યા હતા. તેમણે ચર્ચ ઓફ જીજસ ક્રાઇસ્ટ, લેટર ડે સેઇન્ટ ફર્સ્ટ પ્રેસીડેન્સીના પ્રમુખ સભ્યો ડેનીલ ઓક્સ,હેન્રી આઇરીગ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સંતોએ ચર્ચ સ્થાનો વેલફેર સ્ક્ેવર પર ડેઝેરેટ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઐતિહાસિક ટેમ્પલ સ્કેવર પર કોન્ફરન્સ સ્થળ પર મુલાકાત કરી હતી. 

ચર્ચ ઓફ જીજસ ક્રાઇસ્ટ, લેટર ડે સેઇન્ટ, જે  મોર્મન ચર્ચ તરીકે વિશ્વભરમાં જાણીતુ છે. વિશ્વમાં ૧૬૦ જેટલા દેશોમાં ૩૦ હજાર જેટલા મંડળો સાથે ૧.૭૦ કરોડ જેટલા અનુયાયીઓ ધરાવે છે.

આ મુલાકાતમાં વિશ્વમાં શાંતિ, સંવાદિતા, સૌહાર્દ સ્થપાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વમાં વિવિધ ધર્મો અને સંસ્કૃતિ વચ્ચે વેશ્વિક ંસંવાદિતાના પ્રેરક ઉદાહરણ તરીકે જગ વિખ્યાત બીએપીએસ હિંદુ મંદિર અબુધાબી વિશે જાણીને ચર્ચ પ્રતિનિધીઓ પ્રભાવિત થયા હતા.