વડોદરા: SBI કારેલીબાગ બ્રાંચમાં કર્મચારીને કોરોના થતાં બેંકનું કામકાજ સ્થગિત
વડોદરા, તા. 06 ઓગસ્ટ 2020 ગુરૂવાર
વડોદરા શહેરમાં કોરોના મહામારીને કારણે પોઝિટિવ દર્દીઓમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારી વિભાગો અને બેંકો પણ કોરોના પોઝિટિવ દર્દીથી પ્રભાવિત થઈ રહી છે. વડોદરાની state bank of india ની કારેલીબાગ બ્રાન્ચના કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તાત્કાલિક અસરથી બેંક બંધ કરવામાં આવી હતી.
વડોદરા શહેરના બહુચરાજી રોડ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની કારેલીબાગ બ્રાન્ચ ફરજ બજાવતા એક કર્મચારીની બે દિવસ ઉપર તબિયત બગડી હતી અને તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તે કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો હતો.
State bank of india ની કારેલીબાગ બ્રાન્ચ નો કર્મચારી કોરોના પોઝિટિવ આવતા બેંકના સત્તાવાળાઓ એ તાત્કાલિક અસરથી બેંક બંધ કરી દીધી હતી અને સેનેટાઈઝ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી બેંક કેટલા દિવસ બંધ રાખવાની છે તે અંગે બેંકના સત્તાવાળાઓએ ગ્રાહકોને જાણ કરી નથી પરંતુ આજે બેંક બંધ કરવાને કારણે અનેક ગ્રાહકો ને ભારત પાછા ફરવું પડ્યું હતું.