Gujarat

બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર ગૂમ થઇ ગયા

By GS TEAM
28 Nov 20251 min read
બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર ગૂમ થઇ ગયા

વડોદરા,બેન્ક ઓફ બરોડાની  માંડવી બ્રાંચના મેનેજર ગૂમ થતા પરિવારે  પોલીસને જાણ કરી છે. તાલુકા પોલીસે ગૂમ મેનેજરની શોધખોળ  હાથ  ધરી છે.

મૂળ  દિલ્હીના અને હાલમાં વડોદરાના ભાયલી વિસ્તારમાં અર્થ એકોપોલિસ - ૩માં રહેતા ધનબિહારી પારસનાથ તિવારી (ઉં.વ.૩૭) બેન્ક ઓફ બરોડા માંડવી બ્રાંચમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે. ગત ૨૪ મી  તારીખે રાત્રે નવ વાગ્યે તેઓ ઘરેથી એવું  કહીને નીકળ્યા હતા કે, હું  ઇસ્ત્રીના કપડા લેવા જઉં છું. ત્યારબાદ તેઓ પરત આવ્યા નહતા.  પત્ની અને પરિવારે તપાસ કરવા છતાંય તેઓની કોઇ ભાળ મળી નહતી. જેથી,તાલુકા પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરી હતી. પોલીસે તેમના મોબાઇલનું લોકેશન કઢાવતા છેલ્લું લોકેશન સિક્કિમનું આવે છે. મેનેજર અગાઉ  પણ બે વખત ઘર છોડીને જતા રહ્યા હતા. ત્રણ ચાર દિવસ પછી તેઓ પરત  ઘરે આવી ગયા હતા. મેનેજર તેમનો મોબાઇલ ફોન વારંવાર સ્વીચ ઓફ કરી દેતા હોઇ તેઓનું પરફેક્ટ લોકેશન મળતું નથી.