સળંગ
ચાર દિવસ બંધ રહેતા કરોડોના વ્યવહારો અટક્યા
500 જેટલા કર્મચારીઓ એકત્રિત થઇ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા ઃ સરકાર નિર્ણય
નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગરમાં બેંક કર્મચારીઓ દ્વારા એક સપ્તાહમાં પાંચ દિવસ
કામ કરવા અંગેની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ૫૦૦થી વધુ બેંક કર્મચારીઓ દ્વારા
વિરોધ નોંધાવી અને પડતર પ્રશ્નોના નિવેળા માટે માંગ કરવામાં આવી છે.
હાલના
બેંકના કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે રજા મળે છે તેના સ્થાને તમામ શનિ રવિના
દિવસોમાં રજા આપવામાં આવે તેવી બેંક કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી માંગ કરી રહ્યાં
છે. પરંતુ તેનો કોઈ નિર્ણય કરવામાં આવી રહ્યો નથી. જેને લઈને સુરેન્દ્રનગરની
એસ.બી.આઈ, પંજાબ
નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેન્ક ઓફ
ઇન્ડિયા ઇન્ડિયન, ઓવરસીઝ બેન્ક સહિતના બેંકોના કર્મચારીઓ
હડતાલ ઉપર ઉતર્યા છે.
એસબીઆઇ
બેન્ક ખાતે અલગ-અલગ બેંકોના ૫૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા એકત્રિત થઈ અને સૂત્રોચાર
કરવામાં આવ્યા છે. બેંક કર્મીઓ સરકાર દ્વારા નિર્ણય કરવામાં નહીં આવે તો ઉગ્ર
આંદોલનની ચીમકી આપવામાં આવી છે. અગામી દિવસોમાં યુનાઇટેડ ફોર્મ ઓફ ઇન્ડિયા યુનિયન
જે કાંઈ કાર્યક્રમો આપશે તે પ્રમાણે કાર્યક્રમો કરવા અંગેની ચીમકી પણ હડતાલ ઉપર
ઉતરેલા કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે.
૨૪મી
ચોથો શનિવાર હોવાના કારણે રજા,
રવિવારની જાહેર રજા, સોમવારે પ્રજાસત્તાક
દિવસની રજા હતી અને મંગળવારે કર્મચારીઓ સ્ટ્રાઈક ઉપર ઉતરી ગયા છે. સળંગ ચાર દિવસ
બંધ રહેતા નાણાકીય લેવડદેવડના વ્યવહારો અટકી ગયા છે. સામાન્ય માણસોને પૈસા ઉપાડવા,
જમા કરાવા સહિતના કામો અટવાયા હતા.


