Get The App

અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતા 17 બાંગ્લાદેશી ઘૂસણખોરને પકડ્યા

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતા 17 બાંગ્લાદેશી ઘૂસણખોરને પકડ્યા 1 - image

Bangladeshis Caught From Ahmedabad : ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. તેવામાં આજે 30 ઑક્ટોબરે અમદાવાદના સોલામાંથી 17 ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતા 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે તમામ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી મોટાભાગે મહિલાનો સમાવેશ થાય છે. ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.