Gujarat
નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે
By GS TEAM
22 Dec 20251 min read

વડોદરાઃ વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઇ ગયેલી બાંગ્લાદેશી યુવતી ક્યાં હશે તેના ચાર વર્ષ પછી પણ પોલીસને કોઇ સગડ મળતા નથી.
ભરૃચ પાસે હાવડા ટ્રેનમાંથી માર્ચ-૨૦૨૨માં ત્રણ બાંગ્લાદેશી યુવતીઓ પકડાઇ હતી.જેમના નામ યાસ્મિન ઉર્ફે જન્નત, ફરજાના ઉર્ફે ઓપી બેગમ શેખ અને મૌસમી ઉર્ફે સારમીન શેખ હોવાનું ખૂલ્યું હતું.
રેલવે પોલીસે ત્રણેયને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી.પરંતુ ત્રણેય જણા રાત્રિના સમયે ૧૨ ફૂટની કમ્પાઉન્ડવોલ કૂદીને ફરાર થઇ ગઇ હતી.જેથી તપાસ દરમિયાન બે યુવતીઓ પકડાઇ હતી.જેમને બાંગ્લાદેશ મોકલી આપવામાં આવી છે.
પરંતુ યાસ્મિનનો હજી પત્તો લાગ્યો નથી અને તે ભારતના જ કોઇ શહેરમાં છુપાઇ રહી હોવાનું મનાય છે.એવી પણ માહિતી મળી છે કે,રૃક્સાના નામની એજન્ટ મહિલાઓને બોર્ડર ક્રોસ કરાવતી હોય છે તેમજ અનેક યુવતીઓનો ઉપયોગ દેહવિક્રય માટે કરવામાં આવતો હોય છે.








