ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા કરજણમાં ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara :પશ્ચિમ બંગાળની સરહદમાંથી ગેરકાયદે પ્રવેશીને ગુજરાતમાં આવી છેલ્લા પાંચ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલાને જિલ્લા પોલીસની એસઓજી શાખાએ ઝડપી પાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે કરજણમાં ધાવટ ચોકડી વિસ્તારમાં પસાર થતા વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું તે સમયે એક ગાડીમાં ચેકિંગ કરતા એક મહિલા શંકાસ્પદ હાલતમાં જણાઈ હતી. પોલીસે તેની પાસે આધાર પુરાવા માંગતા તે ગભરાઈ ગઈ હતી. બાદમાં તેની શંકાના આધારે વધુ પૂછપરછ કરતા પોતે મૂળ બાંગ્લાદેશની હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝાકીયાબેગમ મોહમ્મદ ગુલામ સરવર સરદાર નામની 43 વર્ષની મહિલાની અટકાયત કરી હતી.
બાંગ્લાદેશી મહિલા ઝાકીયાબેગમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ પહેલા 2021 માં પ્રથમ વખત કોલકત્તાથી મુંબઈ આવી હતી અને ત્યારબાદ નડિયાદ ખાતે ચાર વર્ષ રહી હતી વર્ષ 2024 માં તે બાંગ્લાદેશ પરત ગઈ હતી અને 15, 20 દિવસ ત્યાં રહીને ફરીથી ગેરકાયદે નડિયાદ આવી હતી. છેલ્લા 15 દિવસથી અમદાવાદની જશોદાનગર ચોકડી ખાતે રહેતી હતી અને કામ માટે વલણ જતી વખતે તેને ઝડપી પાડી છે. એસઓજી પોલીસે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં કુલ 34 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. જે પૈકી 32 ને તેમના દેશમાં ડીપોર્ટ કરી દેવામાં આવ્યા છે.








