Get The App

બાંદ્રા-ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત લંબાવી : 18 ફેરા રહેશે

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
બાંદ્રા-ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત લંબાવી : 18 ફેરા રહેશે 1 - image


Western Railways : પશ્ચિમ રેલવેએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી મુસાફરોના ઘસારાને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનસ અને અજમેર વચ્ચે ખાસ ભાડા પર દોડતી બાંદ્રા-ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત લંબાવવાનો નિર્ણય લીધો છે.

 બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ ટ્રેન દર સોમવારે બાંદ્રા ટર્મિનસથી સવારે 9:35 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 8:50 કલાકે અજમેર પહોંચશે. આ ટ્રેન 6 ઓક્ટોબરના બદલે 1 ડિસેમ્બર સુધી દોડશે. તેવી જ રીતે અજમેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન દર રવિવારે અજમેરથી સવારે 6:35 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 04:15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 5 ઓક્ટોબરના બદલે 30 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, વડોદરા, રતલામ, સવાઈ માધોપુર, જયપુર અને કિશનગઢ સહિતના સ્ટેશનો ઉપર રોકાશે.

Tags :