Get The App

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં  4 ઇંચ વરસાદ 1 - image


Banaskanatha Rain Update: લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ગુજરાતમાં સક્રિય થયા છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ દાંતામાં નોંધાયો છે, જ્યાં માત્ર બે કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

બે કલાકમાં બનાસકાંઠાના 9 તાલુકામાં મેઘમહેર

આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 3.66 ઇંચ, પાલનપુરમાં 2.09 ઇંચ, લાખણીમાં 1.38 ઇંચ, ધાનેરામાં 1.6 ઇંચ, વડગામમાં 1.94 ઇંચ, અમીરગઢમાં 0.79 ઇંચ, થરાદમાં 0.63 ઇંચ, દાંતીવાડા અને ભાભરમાં 0.47 ઇંચ વરસાદ નોંધાયો છે. જો રાજ્યના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો  25 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે. 

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં  4 ઇંચ વરસાદ 2 - image

જળબંબાકારની સ્થિતિ

દાંતા ઉપરાંત દાંતીવાડા અને પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. સવારથી શરુ થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં વધુ પડતાં પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

આગળની આગાહી

હવામાન વિભાગ દ્વારા 26થી 30 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ લાવી શકે છે, જેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

Tags :