Get The App

બનાસકાંઠામાં ડીસા-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેલરચાલકનું ઘટનાસ્થળે જ મોત

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં ડીસા-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેલરચાલકનું ઘટનાસ્થળે જ મોત 1 - image

File Photo


Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ડીસા-રાધનપુર હાઇવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ટ્રેલરચાલકનું કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માતની સમગ્ર ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ અરવલ્લી: ધનસુરાના ભેસાવાડા પાસે સર્જાયો અકસ્માત, વીજ કરંટ લાગતા બે અજાણ્યા શખ્સો જીવતા ભૂંજાયા


થરા બ્રિજ પર સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાંથી પસાર થતા ડીસા-રાધનપુર હાઇવે પર થરા બ્રિજ ઉતરતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવે પર આગળ જઈ રહેલા ડમ્પરની પાછળ પૂરપાર ઝડપે આવી રહેલું એક ટ્રેક્ટર ધડાકાભેર ઘુસી ગયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ટ્રેલરચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ગંભીર ઈજાઓના કારણે ટ્રેલરચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો, બે કન્ટેનર પકડાયા; જેલમાં હોવા છતાં બુટલેગરનું નેટવર્ક

પોલીસ તપાસ શરૂ

આ અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રેલરમાં ફસાયેલા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.