Get The App

ડીસામાં એક જ દિવસમાં ત્રણ અકસ્માત: ત્રણ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી

Updated: Mar 3rd, 2025

GS TEAM

Google News
Google News
ડીસામાં એક જ દિવસમાં ત્રણ અકસ્માત: ત્રણ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી 1 - image


Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એક જ દિવસમાં વિવિધ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી. ડીસામાં રવિવારે (બીજી માર્ચ) જુદા-જુદા સ્થળોએ એક જ દિવસમાં ત્રણ અકસ્માતની ઘટના બની છે. ત્રણેય અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. એક જ દિવસમાં ત્રણ અકસ્માતની ઘટના બનતાં પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.

કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત

ડીસા તાલુકામાં ઝેરડા હાઇવે પર એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, એક્ટિવાનો ભુક્કો બોલાઈ ગયો અને કારની બોનેટનો પણ ઘણો ભાગ તૂટી ગયો હતો. આ અકસ્માતમાં ઈક્ટિવા ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા સત્રનું જીવંત પ્રસારણ કરવા કોંગ્રેસની રજૂઆત, 28 રાજ્યમાં થાય છે LIVE

બાઈક સવારનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત

બીજી બાજું ડીસાના સમૌમા વિસ્તારમાં પણ બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર સાઇડમાંથી નીકળવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે અચાનક કાર ચાલકે ગાડીમાં બાજુમાં લેતા અકસ્માત સર્જાયો હતો. કારની સ્પીડ વધારે હોવાના કારણે બાઈકનો ભુક્કો બોલાઈ ગયો હતો, તેમજ બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

આ પણ વાંચોઃ અંજારઃ સગી માતા પર પુત્રનો બળાત્કારઃ માતાનું મોત થતાં બનાવ રેપ વીથ મર્ડરમાં પલટાયો

બે ટ્રેલર વચ્ચેની અથડામણમાં એકનું મોત

આ સિવાય ડીસાના કુચાવાડ વિરોણા રોડ પર પણ બે ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ડીસામાં એક જ દિવસમાં અકસ્માતની ત્રણ ઘટના બનતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. ત્રણેય ઘટનામાં પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલી અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :