Get The App

બનાસકાંઠામાં 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, કૉલેજમાં બેભાન થઈને ઢળી પડ્યો હતો

Updated: Feb 27th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, કૉલેજમાં બેભાન થઈને ઢળી પડ્યો હતો 1 - image


Banaskantha Student Dies of Heart Attack:  છેલ્લાં અનેક વર્ષથી અનેક નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી ગયાં છે. હાલ બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. પાલનપુરમાં એક 20 વર્ષીય વિદ્યાર્થીને કોલેજમાં હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. હાલ, યુવકના પરિવાર શોકમાં છે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં પાણીમાં ડૂબેલા ગુજરાતના યુવકની 14 દિવસ પછી પણ કોઈ ભાળ નહીં, પરિવારે બેસણું પણ કરી નાંખ્યું

શું હતી સમગ્ર ઘટના? 

બનાસકાંઠાના પાલનપુરની જી.ડી. મોદી કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતાં 20 વર્ષીય નિકુલ ખાડેડિયાનું કોલેજમાં હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. નિકુલને કોલેજમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, બાદમાં આ દુખાવો અસહ્ય થયો અને તે બેભાન થઈ ગયો. નિકુલ બેભાન થઈને ઢળી પડ્યો તો કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના સત્તાધીશોને જાણ કરી અને તાત્કાલિક ધોરણે 108 બોલાવી તેને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો. જોકે, યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાડોશીએ કરી યુવકની હત્યા, નવ દિવસે ખેતરમાંથી મળી લાશ, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

યુવાનને હોસ્પિટલ લઈ જતાં સમયે કોલેજ તરફથી પરિવારને ફોન કરી સમગ્ર ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. યુવકના પરિજન પણ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચ્યા હતાં. જોકે, નિકુલ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડૉક્ટરે તેને મૃત જાહેર કરતાં પરિવારના માથે જાણે આભ ફાટી પડ્યું છે. 20 વર્ષીય વ્હાલસોયાને ગુમાવવાથી પરિવારમાં શોકનો માહોલ છે. 

Tags :