Get The App

બાણજ પાણીનાં મીટર મૂકનારૃં વડોદરાનું પ્રથમ ગામ બન્યું

ગામમાં આવેલા ૨૨૦ ઘરમાં પાણી વપરાશનાં મીટર મૂકાયા

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
બાણજ પાણીનાં મીટર મૂકનારૃં વડોદરાનું પ્રથમ ગામ બન્યું 1 - image

વડોદરા,વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા બાણજ ગામમાં જલ જીવન મિશન હેઠળ ગ્રામજનોને હવે ૨૪ કલાક પાણી મળતું થયું છે. ગામમાં પાણીના વપરાશ માટે મીટર મૂકવામાં આવ્યા છે. ઘરે ઘરે મીટર મૂકવાની વ્યવસ્થામાં બાણજ જિલ્લામાં પ્રથમ ગામ બન્યું છે.

બાણજ ગામના પાદરમાં જ ૨૨ વિઘાનું તળાવ ભરઉનાળે પણ ભરાયેલું રહે છે. તળાવની સામે નાની ટેકરી પર પણ ગામના લોકો વસે છે. ઉંચાણવાળા વિસ્તારમાં પાણી પૂરતા ફોર્સથી મળતું ન હતું. 

ગામમાં પાણી પહોંચાડવા ૫૦ હજાર લીટરની ઓવરહેડ ટાંકી ભરવા ૧૮ કલાક મોટર ચાલુ રાખવી પડતી હતી. ગામના મહિલા સરપંચ કહે છે, ગ્રામ પંચાયતે પાણી વિતરણ વ્યવસ્થાને નવી કરવાનું નક્કી કર્યું હતું. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા રૃા.૧૧..૨૧ લાખની યોજના મંજૂર કરી હતી. જેમાં ૧૦ ટકા રકમ ગ્રામજનોએ ઘર ઘરથી ઉઘરાવીને લોકફાળા રૃપે ૧.૧૨ લાખ એકઠા કર્યા હતા. આ યોજના અંતર્ગત દરેક ઘરને નળ અપાયા છે. પાણીનું સરખુ વિતરણ થાય તે માટે ૬ વાલ્વ સિસ્ટમ નાખવામાં આવી છે. ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગામના સમ્પમાં પાણી અપાય છે. સમ્પથી ગામની ૧૨ મીટર ઊંચી ટાંકી દ્વારા પાણી અપાય છે. ગામમાં આવેલા ૨૨૦ ઘરમાં પાણી વપરાશના મીટર મૂકવામાં આવતા કેટલું વપરાય છે, તેનો ખ્યાલ આવી શકે છે.

Tags :