Gujarat

ચૂંટણી દરમિયાન બલ્કમાં રાજકીય એસએમસએસ મોકલવા પર પ્રતિબંધ

By GS TEAM
16 Jun 20251 min read
ચૂંટણી દરમિયાન બલ્કમાં રાજકીય એસએમસએસ મોકલવા પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આગામી તા.૨૨ જુનના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચુંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે આ ચુંટણીને ધ્યાને લઈ તા.૨૨ જુનના રોજ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક દરમિયાન રાજકીય પ્રકૃતિના સંદેશાઓના મોટા જથ્થામાં પ્રસારણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે તા.૨૦-૦૬-૨૦૨૫ થી તા.૨૨-૦૬-૨૦૨૫ સુધી સંપૂર્ણપણે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને પોલિટીકલ નેચરવાળા બલ્ક એસ.એમ.એસ. મોકલી શકાશે નહિ. કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઈ વ્યક્તિ દ્વારા આ હુકમનો ભંગ કરવામાં આવશે તો તે દંડ અને શિક્ષાપાત્ર થશે.