તિરંગા યાત્રાને અનુલક્ષીને રૃટ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ
યાત્રાના રૃટ તરફ આવતા રોડ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરાયો
વડોદરા,આવતીકાલે નીકળનારી તિરંગા યાત્રાને અનુલક્ષીને પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
સોમવારે ૧૧ મી તારીખે સાંજે ચાર વાગ્યે કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા કીર્તિસ્થંભથી નીકળી માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, લાલકોર્ટ બિલ્ડિંગ ત્રણ રસ્તા થઇ ગાંધીનગર ગૃહ આવીને પૂર્ણ થશે. યાત્રાને અનુલક્ષીને રાજમહેલ મેન ગેટથી સમગ્ર રૃટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ રૃટ પરના રોડ તરફ આવતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.